Google Payments પ્રાઇવસી નોટિસ

Zadnja izmjena: 28. ožujka 2022

જ્યારે તમે Googleની પ્રોડક્ટ અને સેવાઓનો ઉપયોગ કરો ત્યારે અમે તમારી વ્યક્તિગત માહિતીનું શું કરીએ છીએ તેનું વર્ણન Google પ્રાઇવસી પૉલિસીમાં આપેલું છે. જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તા હો, તો તમને Google કિશોર વયના માટે પ્રાઇવસી સંબંધિત માર્ગદર્શિકામાં વધારાના સંસાધનો મળી શકશે. Google Paymentsની ઑફર Google એકાઉન્ટ ધારકોને કરવામાં આવે છે અને તમારો તેનો ઉપયોગ Google પ્રાઇવસી પૉલિસીને આધીન છે. વધુમાં, આ પ્રાઇવસી નોટિસ વિશેષ કરીને Google Payments સાથે સંબંધિત Googleની પ્રાઇવસી પ્રૅક્ટિસ વર્ણવે છે.

Google Paymentsનો તમારો ઉપયોગ Google Payments સેવાની શરતો દ્વારા સંચાલિત છે, જે આ પ્રાઇવસી નોટિસ દ્વારા આવરી લેવામાં આવેલી સેવાઓ વિશે વધુ વિગતવાર વર્ણન કરે છે. આ Google Payments પ્રાઇવસી નોટિસમાં વ્યાખ્યાયિત ન હોય તેવા કૅપિટલમાં લખેલા શબ્દોનો અર્થ Google Payments સેવાની શરતોમાં જણાવવામાં આવેલા તેમના અર્થ મુજબનો રહેશે.

Google Payments પ્રાઇવસી નોટિસ Google LLC અથવા Google Payment Corp. ('GPC') સહિતની તેની પૂર્ણ માલિકીની સહાયક કંપનીઓ દ્વારા આપવામાં આવતી સેવાઓને લાગુ થાય છે. કઈ સહાયક કંપની સેવા આપે છે તે જાણવા માટે કૃપા કરીને સેવાની અંદર તમારા માટે ઉપલબ્ધ કરવામાં આવેલી Google Payments સેવાની શરતોનો સંદર્ભ લો. (યુકે સિવાય) યુરોપિયન ઇકોનોમિક એરિયામાં સ્થિત (Google માર્કેટપ્લેસમાં વેચતા હોય તે સિવાયના) વપરાશકર્તાઓ માટે, તમારી માહિતી માટે જવાબદાર ડેટા કન્ટ્રોલર Google Ireland Limited છે. યુકેમાં સ્થિત (Google માર્કેટપ્લેસમાં વેચતા હોય તે સિવાયના) વપરાશકર્તાઓ માટે, તમારી માહિતી માટે જવાબદાર ડેટા કન્ટ્રોલર Google LLC છે. જો તમે યુકે સિવાયના યુરોપિયન ઇકોનોમિક એરિયામાં સ્થિત હો અને Google માર્કેટપ્લેસમાં વેચતા હો, તો તમારી માહિતી માટે જવાબદાર ડેટા કન્ટ્રોલર Google Payment Ireland Limited છે. જો તમે યુકેમાં સ્થિત હો અને Google માર્કેટપ્લેસમાં વેચતા હો, તો તમારી માહિતી માટે જવાબદાર ડેટા કન્ટ્રોલર Google Payment Limited છે. બ્રાઝિલમાં સ્થિત વપરાશકર્તાઓ માટે, તમારી માહિતી માટે જવાબદાર ડેટા કન્ટ્રોલર Google LLC છે અને બ્રાઝિલના કાયદા હેઠળ આવશ્યક સીમા સુધી તે Google Brasil Pagamentos Ltda હોઈ શકે છે.

અમે એકત્ર કરીએ છીએ તે માહિતી

જે માહિતી Google પ્રાઇવસી પૉલિસીમાં સૂચિબદ્ધ છે તેના ઉપરાંત, અમે નિમ્નલિખિત પણ એકત્ર કરી શકીએ છીએ:

અમે એકત્ર કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ અમે કેવી રીતે કરીએ છીએ

અમારી Google પ્રાઇવસી પૉલિસીમાં જણાવેલા ઉપયોગો ઉપરાંત, તમે અમને અને GPCને તથા અમારી બીજી સહાયક કંપનીને આપો તે માહિતીની સાથે-સાથે ત્રીજા પક્ષ પાસેથી તમારા વિશે મળેલી માહિતીનો, તમને ગ્રાહક સેવાના હેતુ માટે Google Payments આપવા માટે અને કપટ, ફિશિંગ અથવા અન્ય ગેરવર્તણૂક અટકાવવામાં સહાય કરવા સહિત, Googleના, અમારા વપરાશકર્તાઓના અથવા જાહેર જનતાના અધિકારો, સંપત્તિ અથવા સલામતીને હાનિ થતી અટકાવવા માટે અમે ઉપયોગ કરીએ છીએ. તમે ત્રીજા પક્ષોને જે પ્રોડક્ટ કે સેવાઓ આપવાની વિનંતી કરો તેની જોગવાઈ કરવામાં તેમને સહાય કરવા માટે પણ આવી માહિતીનો ઉપયોગ થઈ શકે છે. તમે એકાઉન્ટની શરતોનું પાલન કરવાનું ચાલુ રાખ્યું છે કે નહીં તે નક્કી કરવા માટે તમારા Google Payments એકાઉન્ટને રિવ્યૂ કરવા માટે, ભવિષ્યના તમારા Google Payments વ્યવહારો વિશે નિર્ણયો લેવા માટે અને તમે શરૂ કરેલા Google Payments વ્યવહારો સંબંધિત અન્ય કાયદેસર વ્યાવસાયિક આવશ્યકતાઓ માટે પણ અમે માહિતીનો ઉપયોગ કરીએ છીએ.

તમારા Google એકાઉન્ટ સંબંધે તમારી નોંધણીની માહિતી સ્ટોર કરવામાં આવે છે અને ચુકવણી પદ્ધતિની તમારી નોંધણી Googleના સર્વર પર સ્ટોર કરવામાં આવશે. વધુમાં, અમુક ચોક્કસ ડેટા ઘટકો પણ તમારા મોબાઇલ ડિવાઇસમાં સ્ટોર કરવામાં આવી શકે છે. તમે આપો તે માહિતી અમે કાનૂની પ્રક્રિયા અને નિયમનકારી ફરજોનું પાલન કરવાના હેતુ માટે નક્કી થયા કરતાં વધુ સમયગાળા માટે રાખી શકીએ છીએ.

અમે શેર કરીએ છીએ તે માહિતી

અમે માત્ર નિમ્નલિખિત પરિસ્થિતિઓમાં અન્ય કંપનીઓ અથવા Googleની બહારની વ્યક્તિઓ સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરીશું:

ઉદાહરણ તરીકે, જ્યારે તમે Google Paymentsનો ઉપયોગ કરીને ખરીદી કે વ્યવહાર કરો, ત્યારે તમે જેમની પાસેથી ખરીદી કરો અથવા જેમની સાથે વ્યવહાર કરો તે કંપની કે વ્યક્તિ માટે અમે તમારી અમુક ચોક્કસ વ્યક્તિગત માહિતી ઉપલબ્ધ કરીએ છીએ. જ્યારે તમે Google Play પરથી ખરીદી કરવા માટે Google Paymentsનો ઉપયોગ કરો, ત્યારે તમે જેમની પાસેથી ખરીદો તે ડેવલપર સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરવાનો આમાં સમાવેશ થાય છે. જ્યારે તમે 'Google Pay વડે ખરીદો' અથવા તેને સમાન બટનનો ઉપયોગ કરીને ચુકવણીની શરૂઆત કરો, ત્યારે વેપારી વેબસાઇટને અથવા ઍપને તમારો પિનકોડ અથવા પોસ્ટલ કોડ અને તમારી ચુકવણીના પ્રકાર વિશેની માહિતી મોકલવાનો પણ આમાં સમાવેશ હોઈ શકે છે, જેથી વેપારી ખરીદીની અપડેટ થયેલી માહિતીની (જેમ કે ટેક્સ, ડિલિવરીના ખર્ચ અને કિંમત સંબંધિત અન્ય માહિતીની) ગણતરી કરી શકે અને વેપારી તમારા તરફથી ચુકવણીનો એ પ્રકાર સ્વીકારી શકે છે કે નહીં તે અને તમારી ખરીદી માટે ચુકવણીના વિશેષ પ્રકારો માટેના લાભ કે પ્રતિબંધો જાણી શકાય. જ્યારે તમે તમારા Google Payments એકાઉન્ટમાં ત્રીજા પક્ષની ચુકવણી પદ્ધતિ ઉમેરો, ત્યારે અમે સેવા આપવા માટે જરૂરી હોય તે મુજબ, તમારા વિશેની અમુક ચોક્કસ વ્યક્તિગત માહિતીની, જેમ કે તમારું નામ, પ્રોફાઇલ ફોટો, ઇમેઇલ ઍડ્રેસ, IP અને બિલિંગ સરનામું, ફોન નંબર, ડિવાઇસની માહિતી, સ્થાન અને Google એકાઉન્ટ પ્રવૃત્તિની માહિતીની, ત્રીજા પક્ષ ચુકવણી પ્રદાતા સાથે આપ-લે કરી શકીએ છીએ.

જ્યારે તમે સહભાગી વેપારી સાઇટ અથવા ઍપની મુલાકાત લો, ત્યારે સાઇટ અથવા ઍપ પર ઉપયોગમાં ન લઈ શકાય તેવી સુવિધાઓ તમને દેખાય તેની સંભાવના ઘટાડવા માટે, વેપારી ચેક કરી શકે છે કે તમે વેપારીની સાઇટ અથવા ઍપ મારફત ખરીદી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવું, યોગ્યતાપ્રાપ્ત ચુકવણી પદ્ધતિવાળું Google Payments એકાઉન્ટ ધરાવો છો કે નહીં.

તમે ત્રીજા પક્ષ વેપારી, વેબસાઇટ અથવા ઍપ્લિકેશનને સીધેસીધી પૂરી પાડો તે કોઈપણ માહિતી આ પ્રાઇવસી નોટિસ દ્વારા આવરવામાં આવી નથી. તમે તમારી વ્યક્તિગત માહિતી જે કોઈ વેપારી કે અન્ય ત્રીજા પક્ષો સાથે સીધેસીધી શેર કરવાનું પસંદ કરો તેમની પ્રાઇવસી કે સુરક્ષા પદ્ધતિઓ માટે અમે જવાબદાર નથી. તમે તમારી વ્યક્તિગત માહિતી જે કોઈ ત્રીજા પક્ષ સાથે સીધેસીધી શેર કરવાનું પસંદ કરો તેમની પ્રાઇવસી પૉલિસીઓને રિવ્યૂ કરવા માટે અમે તમને પ્રોત્સાહન આપીએ છીએ.

ત્રીજા પક્ષો પાસેથી મેળવેલી માહિતી સહિત, અમે એકત્ર કરીએ છીએ તે માહિતી અમારી આનુષંગિક કંપનીઓ, એટલે કે Google LLCની માલિકીની અને તેના દ્વારા નિયંત્રિત અન્ય કંપનીઓ સાથે શેર કરવામાં આવે છે. અમારી આનુષંગિક કંપનીઓ, કે જે નાણાકીય અને બિન-નાણાકીય એકમો હોઈ શકે છે તે, તેમના રોજબરોજના વ્યાવસાયિક હેતુઓ માટે આવી માહિતીનો ઉપયોગ કરશે.

અમે તમને GPC અને તેની આનુષંગિક કંપનીઓ વચ્ચે અમુક ચોક્કસ બાબતો શેર કરવાને નાપસંદ કરવાનો અધિકાર આપીએ છીએ. વિશેષ રૂપે, તમે નિમ્નલિખિતને નાપસંદ કરવાનું પસંદ કરી શકો છો:

Google LLC અથવા તેની આનુષંગિક કંપનીઓ તમે જેમની સાઇટ કે ઍપની મુલાકાત લેતા હો તે ત્રીજા પક્ષ વેપારીને માહિતી આપે કે તમે Google Payments એકાઉન્ટ ધરાવો છો કે નહીં જેના ઉપયોગ થકી તે વેપારીની સાઇટ કે ઍપ મારફત ચુકવણી કરી શકાય તે પણ તમે નાપસંદ કરી શકો છો.

જો તમે નાપસંદ કરવાનું પસંદ કરશો, તો જ્યાં સુધી તમે અમને તમારી પસંદ બદલવાનું નહીં કહો ત્યાં સુધી તમારી પસંદ અમલમાં રહેશે.

જો તમે ઇચ્છતા હો કે અમે GPC અને તેની આનુષંગિક કંપનીઓ વચ્ચે તમારી ક્રેડિટ સંબંધિત યોગ્યતા વિશેની વ્યક્તિગત માહિતી શેર ન કરીએ અથવા જો તમે ઇચ્છતા હો કે અમારી આનુષંગિક કંપનીઓ અમે એકત્ર કરેલી અને તેમની સાથે શેર કરેલી તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીને વેચાણ કરે અથવા જો તમે ઇચ્છતા હો કે Google LLC અથવા તેની આનુષંગિક કંપનીઓ તમે જેમની સાઇટ કે ઍપની મુલાકાત લેતા હો તે ત્રીજા પક્ષ વેપારીને માહિતી આપે કે તમે Google Payments એકાઉન્ટ ધરાવો છો કે નહીં, તો કૃપા કરીને તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરીને Google Payments પ્રાઇવસી સેટિંગ પેજ પર જઈને તમારી પસંદગીઓ અપડેટ કરીને તમારી પસંદગી સૂચવો.

અમે આ પ્રાઇવસી નોટિસમાં અથવા Google પ્રાઇવસી પૉલિસીમાં જણાવ્યા અનુસાર સિવાય GPCની બહારની કોઈ વ્યક્તિ સાથે અથવા અમારી આનુષંગિક કંપનીઓ સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર નહીં કરીએ. ઉપર સમજાવવામાં આવ્યું છે તે મુજબ, Google Payments એ પ્રોડક્ટ છે જેની Google એકાઉન્ટ ધારકોને ઑફર કરવામાં આવે છે. Google એકાઉન્ટ માટે સાઇન અપ કરવાના હેતુથી તમે જે ડેટા Google LLCને આપો, તેના પર આ પ્રાઇવસી નોટિસમાંની જોગવાઈઓ નાપસંદ કરવાથી અસર થતી નથી.

માહિતીની સુરક્ષા

અમારી સુરક્ષા પદ્ધતિઓ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને મુખ્ય Google પ્રાઇવસી પૉલિસી જુઓ.

તમારા Google Payments એકાઉન્ટની સુરક્ષા તમે તમારા એકાઉન્ટના પાસવર્ડ, પિન અને સેવા માટેના ઍક્સેસની અન્ય માહિતી ગોપનીય રાખો તેના પર આધાર રાખે છે. જો તમે તમારા એકાઉન્ટની માહિતી ત્રીજા પક્ષ સાથે શેર કરશો, તો તે વ્યક્તિને તમારા એકાઉન્ટનો અને તમારી વ્યક્તિગત માહિતીનો ઍક્સેસ મળશે.

તમારા મોબાઇલ ડિવાઇસનું અને તમારા ડિવાઇસમાંની Google Payments ઍપ્લિકેશનનું નિયંત્રણ કરવું એ તમારી જવાબદારી છે, જેમાં તમારા પાસવર્ડ અને/અથવા પિન ગોપનીય રાખવાનો અને અન્ય કોઈની પણ સાથે તે શેર ન કરવાનો સમાવેશ થાય છે. જો તમે માનતા હો કે Google Payments ઍપ્લિકેશનમાંની માહિતીની સુરક્ષા સાથે ચેડાં થયાં છે, તો Googleને અથવા સંબંધિત ભાગીદારને ચેતવવા એ પણ તમારી જવાબદારી છે.

© 2020 Google – Google Home Google સેવાની શરતો પાછલી પ્રાઇવસી નોટિસો