બાળકો માટે Google Paymentsની પ્રાઇવસી સંબંધિત માર્ગદર્શિકા

તમારી ઉંમર પસંદ કરો: ઉંમર 6-8 ઉંમર 9-12

ઉંમર 6-8

શું તમે જાણવા માગો છો કે Google તમારી Google Payments સંબંધિત માહિતીને કેવી રીતે સુરક્ષિત રાખે છે?

આ પેજ બાળકો માટે છે! તે Google Payments માટે Google તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરે છે અને તેને કેવી રીતે સુરક્ષિત રાખે છે જેવા પ્રશ્નોના જવાબ આપે છે.

માતાપિતા માટે: આ માહિતી 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો (અથવા તમારા દેશમાં લાગુ ઉંમર) માટે, Family Link વડે મેનેજ કરાતા Google એકાઉન્ટ પર જ લાગુ પડે છે. વધુ વિગતો માટે, અમારી પ્રાઇવસી નોટિસ અને પ્રાઇવસી પૉલિસી જુઓ.

Googleને કઈ માહિતીની જરૂર છે?

બધી પ્રોડક્ટ માટે Google એકત્ર કરે છે તે માહિતી ઉપરાંત, Google Payments સારી રીતે કામ કરે તે માટે અમને તમારી પાસેથી કેટલીક મૂળભૂત માહિતીની પણ જરૂર છે.

સાઇન-અપની માહિતી

કેટલીકવાર, બધું સલામત અને સુરક્ષિત છે કે નહીં તે ચેક કરવામાં મદદ કરવા માટે અમે થોડી વધુ માહિતી માગી શકીએ છીએ.

અન્ય સ્થળોએથી માહિતી

જ્યારે તમે કંઈક ખરીદો છો તે વિશેની માહિતી

Google મારી માહિતીનો ઉપયોગ શેના માટે કરે છે?

બધી પ્રોડક્ટ માટે Google દ્વારા તમારી માહિતીનો ઉપયોગ કરવાની રીતો ઉપરાંત, તમે Google Payments માટે અમને આપેલી માહિતીનો ઉપયોગ નીચેની બાબતો માટે પણ અમે કરીએ છીએ જેમ કે:

શું Google મારી માહિતી શેર કરે છે?

Google બધી પ્રોડક્ટ માટે તમારી માહિતી શેર કરે છે તે રીતો ઉપરાંત, Google Payments કામ કરે તે માટે અમે તમારી માહિતી અન્ય લોકો સાથે પણ શેર કરી શકીએ છીએ. અહીં થોડા ઉદાહરણો છે:

મારા માતાપિતા પાસે કયા નિયંત્રણો છે?

તમારા માતાપિતા શું કરી શકે છે તે અહીં આપ્યું છે:

Google કેવી રીતે મારી માહિતીને સલામત રાખે છે?

Google તમારી માહિતીને સુરક્ષિત રાખવા માટે સખત મહેનત કરે છે. તમે તમારા પાસવર્ડ અને પિન ગુપ્ત રાખીને મદદ કરી શકો છો.

યાદ રાખવા જેવી મહત્ત્વપૂર્ણ બાબતો:

ઉંમર 9-12

જ્યારે તમે Google Paymentsનો ઉપયોગ કરો, ત્યારે તમારી પ્રાઇવસી વિશે જાણવા માગો છો?

તમે એકદમ યોગ્ય સ્થાન પર આવ્યા છો! બાળકો દ્વારા સૌથી વધુ પૂછાતા પ્રશ્નો વાંચો, જેમ કે અમે તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને તેને સુરક્ષિત રાખવામાં કેવી રીતે મદદ કરીએ છીએ.

માતાપિતા, આ માહિતી 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો (અથવા તમારા દેશમાં લાગુ ઉંમર) માટે, Family Link વડે મેનેજ કરાતા Google એકાઉન્ટ પર જ લાગુ પડે છે. વધુ વિગતો માટે, અમારી પ્રાઇવસી નોટિસ અને પ્રાઇવસી પૉલિસી જુઓ.

Googleને કઈ માહિતીની જરૂર છે?

બધી પ્રોડક્ટ માટે Google એકત્ર કરે છે તે માહિતી ઉપરાંત, Google Payments તમારા માટે કામ કરે છે તેની ખાતરી કરવા માટે, અમારે અન્ય માહિતી માટે પણ પૂછવું જરૂરી હોઈ શકે છે.

સાઇન-અપની માહિતી

અહીં કેટલીક માહિતી છે જે અમે તમારા Google એકાઉન્ટમાં સ્ટોર કરીશું. તમારા ડિવાઇસ પર કેટલોક ડેટા સ્ટોર થઈ શકે છે.

કેટલીકવાર, તમારી માહિતી અથવા ઓળખની ચકાસણીમાં મદદ કરવા માટે, અમે તમને વધારાની માહિતી મોકલવાનું અથવા પ્રશ્નોના જવાબ આપવાનું કહી શકીએ છીએ.

અન્ય સ્થળોએથી માહિતી

અમને તમારા વિશે અન્ય સ્થળોએથી માહિતી મળી શકે છે, જેમ કે:

જ્યારે તમે કંઈક ખરીદો છો તે વિશેની માહિતી

જ્યારે તમે કંઈક ખરીદવા માટે Google Paymentsનો ઉપયોગ કરો, ત્યારે અમે વ્યવહાર વિશેની માહિતી એકત્ર કરી શકીએ છીએ, જેમ કે:

Google મારી માહિતીનો ઉપયોગ શેના માટે કરે છે?

બધી પ્રોડક્ટ માટે Google દ્વારા તમારી માહિતીનો ઉપયોગ કરવાની રીતો ઉપરાંત, તમે અમને આપેલી માહિતીનો ઉપયોગ અમે નીચે જણાવેલી બાબતો કરવા માટે કરીએ છીએ:

જ્યાં સુધી તમે Google Paymentsનો ઉપયોગ કરો ત્યાં સુધી અમે તમે અમને આપેલી માહિતી રાખી શકીએ છીએ અને જો કાયદાનું પાલન કરવા માટે જરૂરી હોય તો કદાચ તેનાથી પણ વધુ સમય માટે રાખી શકીએ છીએ.

શું Google ક્યારેય મારી માહિતી શેર કરે છે?

બધી પ્રોડક્ટ માટે Google તમારી માહિતી શેર કરે છે તે રીતો ઉપરાંત, અમે તમારી માહિતી Googleની બહારના અન્ય લોકો સાથે શેર કરી શકીએ છીએ તેના થોડા અન્ય કારણો છે, જેમ કે:

Google અન્ય કેટલીક કંપનીની માલિકી ધરાવે છે અથવા તેનું નિયંત્રણ કરે છે. જો તેમને તેમના રોજબરોજના વ્યવસાય માટે તમારી માહિતીની જરૂર હોય, તો અમે ક્યારેક તેમની સાથે તમારી માહિતી શેર કરીએ છીએ. તેમાં તમે ખરીદી કરો છો તે સ્ટોર જેવી અન્ય જગ્યાઓ પરથી અમને મળી શકે તેવી કોઈપણ માહિતી શામેલ છે.

મારા માતાપિતા પાસે કયા નિયંત્રણો છે?

તમારા માતાપિતા શું કરી શકે છે તે અહીં છે

Google Pay મારી માહિતી કેવી રીતે સુરક્ષિત રાખે છે?

Google તમને સુરક્ષિત રાખવા માટે ઘણું કરે છે, પરંતુ તમે તમારા એકાઉન્ટના પાસવર્ડ, પિન અને અન્ય મહત્ત્વપૂર્ણ માહિતીને ગુપ્ત રાખો તે મહત્ત્વપૂર્ણ છે.

ધ્યાનમાં રાખો:

જો તમને લાગે કે તમારી Google Wallet ઍપ હવે સુરક્ષિત નથી, તો તમારા માતાપિતા પાસેથી મદદ માગો જેથી તેઓ Googleને જણાવી શકે.

છેલ્લે અપડેટ કર્યાની તારીખ: 16 માર્ચ, 2026

© 2026 Google – Google Google સેવાની શરતો પાછલી પ્રાઇવસી નોટિસ