Google Payments પ્રાઇવસી નોટિસ
છેલ્લે ફેરફાર કર્યાની તારીખ 18 નવેમ્બર, 2024
જ્યારે તમે Googleની પ્રોડક્ટ અને સેવાઓનો ઉપયોગ કરો ત્યારે અમે તમારી વ્યક્તિગત માહિતીનું શું કરીએ છીએ તેનું વર્ણન Google પ્રાઇવસી પૉલિસીમાં આપેલું છે. જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના હો, તો તમને Google કિશોર વયના માટે પ્રાઇવસી સંબંધિત માર્ગદર્શિકામાં વધારાના સંસાધનો મળી શકશે.
Google Paymentsની ઑફર Google એકાઉન્ટ ધારકોને કરવામાં આવે છે અને તમારો તેનો ઉપયોગ Google પ્રાઇવસી પૉલિસીને આધીન છે. વધુમાં, આ પ્રાઇવસી નોટિસ વિશેષ કરીને Google Payments સાથે સંબંધિત Googleની પ્રાઇવસી પ્રૅક્ટિસ વર્ણવે છે.
Google Paymentsના તમારા ઉપયોગનું સંચાલન થાય છે Google Payments સેવાની શરતો દ્વારા, જે આ પ્રાઇવસી નોટિસ દ્વારા આવરી લેવામાં આવેલી સેવાઓ વિશે વધુ વિગતવાર વર્ણન કરે છે. આ પ્રાઇવસી નોટિસમાં વ્યાખ્યાયિત ન થઈ હોય તેવી કૅપિટલ અક્ષરોમાં લખેલી શરતોનો અર્થ Google Payments સેવાની શરતોમાં જણાવ્યા પ્રમાણે થશે.
Google Payments પ્રાઇવસી નોટિસ Google LLC અથવા Google Payment Corp. ('GPC') સહિતની તેની પૂર્ણ માલિકીની સહાયક કંપનીઓ દ્વારા આપવામાં આવતી સેવાઓને લાગુ થાય છે. કઈ સહાયક કંપની સેવા આપે છે તે જાણવા માટે સેવાની અંદર તમારા માટે ઉપલબ્ધ કરવામાં આવેલી Google Payments સેવાની શરતોનો સંદર્ભ લો.
- બ્રાઝિલમાં સ્થિત વપરાશકર્તાઓ માટે, તમારી માહિતી માટે જવાબદાર ડેટા કન્ટ્રોલર Google LLC છે અને બ્રાઝિલના કાયદા હેઠળ આવશ્યક સીમા સુધી તે Google Brasil Pagamentos Ltda હોઈ શકે છે
- (યુકે સિવાય) યુરોપિયન ઇકોનોમિક એરિયામાં સ્થિત (Google માર્કેટપ્લેસમાં વેચતા હોય તે સિવાયના) વપરાશકર્તાઓ માટે, તમારી માહિતી માટે જવાબદાર ડેટા કન્ટ્રોલર Google Ireland Limited છે
- યુકે સિવાયના યુરોપિયન ઇકોનોમિક એરિયામાં સ્થિત અને Google માર્કેટપ્લેસમાં વેચતા વપરાશકર્તાઓ માટે, તમારી માહિતી માટે જવાબદાર ડેટા કન્ટ્રોલર Google Payment
Ireland Limited છે
- યુકેમાં સ્થિત (Google માર્કેટપ્લેસમાં વેચતા હોય તે સિવાયના) વપરાશકર્તાઓ માટે, તમારી માહિતી માટે જવાબદાર ડેટા કન્ટ્રોલર Google LLC છે
- યુકેમાં સ્થિત અને Google માર્કેટપ્લેસમાં વેચાણ કરતા વપરાશકર્તાઓ માટે, તમારી માહિતી માટે જવાબદાર ડેટા કન્ટ્રોલર Google Payment Limited છે
અમે એકત્ર કરીએ છીએ તે માહિતી
Google પ્રાઇવસી પૉલિસીમાં સૂચિબદ્ધ માહિતી ઉપરાંત, અમે નિમ્નલિખિત પણ એકત્ર કરી શકીએ છીએ:
નોંધણીની માહિતી
જ્યારે તમે Google Payments માટે સાઇન અપ કરો, ત્યારે તમે તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલું Google ચુકવણી પ્રોફાઇલ બનાવો છો. તમે ઉપયોગમાં લો છો તે Google Payments સેવાઓના આધારે, Google પ્રાઇવસી પૉલિસીમાં સૂચિબદ્ધ માહિતી ઉપરાંત, તમને નિમ્નલિખિત જેવી માહિતી આપવાનું કહેવામાં આવી શકે છે:
- ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ નંબર અને કાર્ડની સમય સમાપ્તિની તારીખ
- બેંક એકાઉન્ટ નંબર અને સમય સમાપ્તિની તારીખ
- સરનામું
- ફોન નંબર
- જન્મતારીખ
- રાષ્ટ્રીય વીમા નંબર અથવા ટેક્સ ભરનારનો આઇડેન્ટિફિકેશન નંબર (અથવા સરકાર દ્વારા અપાયેલા અન્ય ઓળખપત્રના નંબર)
- વિશેષ કરીને વિક્રેતાઓ અને વ્યવસાયો માટે, તમારા વ્યવસાયની કૅટેગરી અને તમારા વેચાણ અથવા વ્યવહારની રકમ વિશેની અમુક ચોક્કસ માહિતી
કેટલાક કિસ્સાઓમાં, તમારી માહિતીની અથવા ઓળખની ચકાસણીમાં સહાય કરવા માટે, અમે તમને વધારાની માહિતી મોકલવાનું અથવા વધારાના પ્રશ્નોના જવાબ આપવાનું પણ કહી શકીએ છીએ. અંતે, જો તમે મોબાઇલ ઑપરેટર અથવા ઑપરેટરનું બિલિંગ એકાઉન્ટ નોંધાવો, તો અમે તમને તમારા મોબાઇલ ઑપરેટર અથવા ઑપરેટર એકાઉન્ટ વિશે અમુક ચોક્કસ માહિતી આપવાનું કહીશું.
તમારા Google એકાઉન્ટ સંબંધે તમારી નોંધણીની માહિતી સ્ટોર કરવામાં આવે છે અને ચુકવણી પદ્ધતિની તમારી નોંધણી Googleના સર્વર પર સ્ટોર કરવામાં આવશે. અમુક ચોક્કસ પ્રકારના ડેટા પણ તમારા મોબાઇલ ડિવાઇસમાં સ્ટોર કરવામાં આવી શકે છે.
ત્રીજા પક્ષો પાસેથી મેળવેલી માહિતી
અમે ત્રીજા પક્ષ ચકાસણી સેવાઓ સહિત, ત્રીજા પક્ષો પાસેથી તમારા વિશે માહિતી મેળવી શકીએ છીએ. આમાં આનો સમાવેશ છે:
- વેપારીના લોકેશન પરના Google Payments વ્યવહારોમાંથી ઉદ્ભવતી માહિતી
- ચુકવણી પદ્ધતિઓના તમારા ઉપયોગ અને ત્રીજા પક્ષો દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા, Google Payments સાથે લિંક કરેલા તમારા એકાઉન્ટ સંબંધિત માહિતી
- તમારા કાર્ડ રજૂકર્તાની અથવા નાણાકીય સંસ્થાની ઓળખ
- તમારી ચુકવણી પદ્ધતિ સંબંધિત સુવિધા અને લાભની માહિતી
- તમારી Google ચુકવણી પ્રોફાઇલમાં રહેલા બૅલેન્સના ઍક્સેસ સંબંધિત માહિતી
- મોબાઇલ ઑપરેટર અથવા ઑપરેટરના બિલિંગ સાથે જોડાયેલા મોબાઇલ ઑપરેટર અથવા ઑપરેટરની માહિતી
- યુએસ ફેર ક્રેડિટ રિપોર્ટિંગ ઍક્ટ દ્વારા વ્યાખ્યાયિત શબ્દ 'ગ્રાહક રિપોર્ટ' અનુસાર ગ્રાહક રિપોર્ટ
- ત્રીજા પક્ષો (જેમ કે વેપારીઓ અને ચુકવણી સેવા પ્રદાતાઓ) સાથેના તમારા વ્યવહારો વિશેની માહિતી, જેનો ઉપયોગ કપટના જોખમના મૉડલ માટે અને ત્રીજા પક્ષોને કપટ જોખમના સ્કોર તથા કપટ નિવારણની અન્ય સેવાઓ આપવા માટે થશે
ઉપરાંત, વિક્રેતાઓ માટે, અમે ક્રેડિટ બ્યુરો અથવા વ્યવસાય માહિતી સેવા પાસેથી તમારા વિશે અને તમારા વ્યવસાય વિશે માહિતી મેળવી શકીએ છીએ.
વ્યવહાર વિશેની માહિતી
જ્યારે તમે વ્યવહાર કરવા માટે Google Paymentsનો ઉપયોગ કરો, ત્યારે અમે નિમ્નલિખિત સહિત વ્યવહાર વિશેની માહિતી એકત્ર કરી શકીએ છીએ:
- વ્યવહારની તારીખ, સમય અને રકમ
- વેપારીનું લોકેશન અને વર્ણન
- જે સામાન અથવા સેવાઓ ખરીદી હોય તેનું વિક્રેતા દ્વારા આપવામાં આવેલું વર્ણન
- વ્યવહાર સાથે સાંકળવા માટે તમે પસંદ કરો તે કોઈપણ ફોટો
- વિક્રેતા અને ખરીદનારના (અથવા મોકલનાર અને પ્રાપ્તકર્તાના) નામ અને ઇમેઇલ ઍડ્રેસ
- ઉપયોગમાં લેવાયેલી ચુકવણી પદ્ધતિ
- વ્યવહાર માટેના કારણનું તમારું વર્ણન અને જો કોઈ હોય તો, વ્યવહાર સાથે સંકળાયેલી ઑફર
અમે એકત્ર કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ અમે કેવી રીતે કરીએ છીએ
Google પ્રાઇવસી પૉલિસીમાં સૂચિબદ્ધ ઉપયોગો ઉપરાંત, અમે નિમ્નલિખિત કાર્યો માટે તમે અમને, Google Payment Corp. (GPC) અથવા અમારી બીજી સહાયક કંપનીઓને આપો છો તે, સાથે સાથે ત્રીજા પક્ષો તરફથી મળતી તમારા વિશેની માહિતીનો ઉપયોગ કરીએ છીએ:
- ગ્રાહક સેવાના હેતુથી તમને Google Payments પૂરી પાડવા માટે
- કપટ, ફિશિંગ અથવા અન્ય ગેરવર્તણૂક અટકાવવામાં સહાય કરવા સહિત, Google, અમારા વપરાશકર્તાઓ અથવા લોકોના અધિકારો, પ્રોપર્ટી અથવા સલામતીના નુકસાન સામે રક્ષણ કરવા માટે
- તમે ત્રીજા પક્ષોને જે પ્રોડક્ટ કે સેવાઓ આપવાની વિનંતી કરો તેની જોગવાઈ કરવામાં તેમને સહાય કરવા માટે
- તમે સેવાની શરતોનું પાલન કરો છો કે નહીં તે નક્કી કરવા માટે તમારી Google ચુકવણી પ્રોફાઇલને રિવ્યૂ કરવા માટે
- તમારા ભવિષ્યના Google Payments વ્યવહારો વિશે નિર્ણય લેવા માટે
- તમારી અગાઉની અને હાલની માહિતી વડે કપટના જોખમના મૉડલ બનાવવા અને પ્રશિક્ષણ આપવા માટે તથા કપટના જોખમના સ્કોર અને મૂલ્યાંકન બનાવવા જે ત્રીજા પક્ષોના કપટ અથવા દુરુપયોગ અટકાવવાના હેતુઓ માટે તેમની સાથે શેર કરવામાં આવે છે
- Google Paymentsનો ઉપયોગ કરતી વખતે તમારી ચુકવણી પદ્ધતિને બહેતર ઓળખવામાં સહાય કરવા માટે તમને તમારી ચુકવણી પદ્ધતિની સુવિધાઓ અને લાભ વિશે માહિતી આપવા માટે
- તમે આરંભેલા Google Payments વ્યવહારો સંબંધિત અન્ય કાયદેસર વ્યાવસાયિક આવશ્યકતાઓ પરિપૂર્ણ કરવા માટે
તમે આપો તે માહિતી અમે તમારા Google Paymentsના ઉપયોગના સમયગાળા દરમિયાન અને અમારી કાનૂની અને નિયમનકારી ફરજોનું પાલન કરવા માટે આવશ્યકતા પ્રમાણે વધારાના સમયગાળા માટે જાળવી શકીએ છીએ.
અમે શેર કરીએ છીએ તે માહિતી
અમે માત્ર નિમ્નલિખિત પરિસ્થિતિઓમાં અન્ય કંપનીઓ અથવા Googleની બહારની વ્યક્તિઓ સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરીશું:
- Google પ્રાઇવસી પૉલિસી હેઠળ પરવાનગી આપવામાં આવ્યા મુજબ
- કાયદા દ્વારા પરવાનગી આપવામાં આવ્યા મુજબ
- સુરક્ષા સુધારણાઓ આપવા અને તમારા એકાઉન્ટને કપટ સામે સુરક્ષિત કરવા સહિત, તમારા વ્યવહારની પ્રક્રિયા કરવા અને તમારા એકાઉન્ટની જાળવણી માટે જરૂરી હોય તે મુજબ અને વ્યવસાયના અન્ય દૈનિક હેતુઓ માટે
- ત્રીજા પક્ષ દ્વારા અપાતી સેવા માટે તમારી વિનંતી કરેલી નોંધણી પૂર્ણ કરવા માટે
- તમે જેમની સાઇટ કે ઍપની મુલાકાત લેતા હો તે ત્રીજા પક્ષ વેપારીને માહિતી આપવા કે તમે Google ચુકવણી પ્રોફાઇલ ધરાવો છો કે નહીં જેના ઉપયોગ થકી તે વેપારીની સાઇટ કે ઍપ મારફત ચુકવણીઓ કરી શકાય. તમે આ સેટિંગ બંધ કરવાનું પસંદ કરી શકો છો
- ત્રીજા પક્ષો સાથેના તમારા વ્યવહારોનું કપટ તથા દુરુપયોગથી રક્ષણ કરવા માટે, કપટના જોખમના સ્કોર અને કપટના અન્ય મૂલ્યાંકનને Googleની જોખમ સ્કોર તથા કપટ નિવારણ સેવાઓનો ઉપયોગ કરતા ત્રીજા પક્ષો સાથે શેર કરવા માટે
- તમારી ચુકવણી પદ્ધતિ સુરક્ષિત અને માન્ય છે તે સુનિશ્ચિત કરવામાં સહાય કરવા માટે અને તમને તમારી ચુકવણી પદ્ધતિની સુવિધાઓ તથા લાભ સંબંધિત માહિતી આપવા માટે, અમે તમારી વ્યક્તિગત માહિતીને તમારી ચુકવણી પદ્ધતિના રજૂકર્તા, ચુકવણીના નેટવર્ક, પ્રોસેસર અને તેમની આનુષંગિક કંપનીઓ સાથે શેર કરી શકીએ છીએ
માહિતી ક્યારે શેર થઈ શકે તેના ઉદાહરણો:
- જ્યારે તમે Google Paymentsનો ઉપયોગ કરીને ખરીદી કે વ્યવહાર કરો, ત્યારે તમે જેમની પાસેથી ખરીદી કરો અથવા જેમની સાથે વ્યવહાર કરો તે કંપની કે વ્યક્તિ માટે અમે તમારી અમુક ચોક્કસ વ્યક્તિગત માહિતી ઉપલબ્ધ કરીએ છીએ. જ્યારે તમે Google Play પરથી ખરીદી કરવા માટે Google Paymentsનો ઉપયોગ કરો, ત્યારે તમે જેમની પાસેથી ખરીદો તે ડેવલપર સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરવાનો આમાં સમાવેશ થાય છે
- જ્યારે તમે Google Pay વડે વેબસાઇટ અથવા ઍપ પરથી ખરીદી કરો, ત્યારે અમે તમારો પિન કોડ, પોસ્ટલ કોડ અથવા તમારી ચુકવણી પદ્ધતિ વિશેની માહિતી શેર કરી શકીએ છીએ, જેથી વેપારી ટેક્સ, શિપિંગ અને તમારા ઑર્ડરની (ડિલિવરીના ખર્ચ અને કિંમતની અન્ય માહિતી જેવી) કિંમત સંબંધિત અન્ય વિગતોની ગણતરી કરી શકે અને ઓળખી શકે કે વેપારી તમારી પાસેથી એ પ્રકારની ચુકવણી સ્વીકારી શકે છે કે નહીં, સાથે સાથે તમારી ખરીદી માટે ચુકવણીના વિશિષ્ટ પ્રકારોના લાભ અથવા પ્રતિબંધો પણ ઓળખી શકે
- જ્યારે તમે તમારા Google ચુકવણી પ્રોફાઇલમાં ત્રીજા પક્ષની ચુકવણી પદ્ધતિ ઉમેરો, ત્યારે અમે ત્રીજા પક્ષ ચુકવણી પ્રદાતા સાથે અમુક ચોક્કસ વ્યક્તિગત માહિતીની આપલે કરી શકીએ છીએ, જેથી અમે બન્ને તમને સેવા આપી શકીએ. માહિતીમાં તમારું નામ, પ્રોફાઇલ છબી, ઇમેઇલ, ઇન્ટરનેટ પ્રોટોકૉલ, (IP) ઍડ્રેસ, બિલિંગનું સરનામું, ફોન નંબર, ડિવાઇસની માહિતી, લોકેશન અને Google એકાઉન્ટ ઍક્ટિવિટીની માહિતીનો સમાવેશ હોઈ શકે છે
- જ્યારે તમે સહભાગી વેપારી સાઇટ અથવા ઍપની મુલાકાત લો, ત્યારે સાઇટ અથવા ઍપ પર ઉપયોગમાં ન લઈ શકાય તેવી સુવિધાઓ તમને દેખાય તેની સંભાવના ઘટાડવા માટે, વેપારી ચેક કરી શકે છે કે તમે વેપારીની સાઇટ અથવા ઍપ મારફત ખરીદી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવું, યોગ્યતાપ્રાપ્ત ચુકવણી પદ્ધતિવાળી Google ચુકવણી પ્રોફાઇલ ધરાવો છો કે નહીં
- જ્યારે તમે (વેપારીઓ અને ચુકવણી સેવાના પ્રદાતાઓ જેવા) ત્રીજા પક્ષ સાથે વ્યવહાર કરો, ત્યારે અમે આ ત્રીજા પક્ષના પોતાના કપટ અથવા દુરુપયોગ નિવારણના હેતુઓ માટે જ, તમારી ચુકવણીના વ્યવહાર સાથે સંબંધિત કપટના જોખમ સ્કોર અને કપટના અન્ય મૂલ્યાંકન એમને મોકલી શકીએ છીએ
ત્રીજા પક્ષો પાસેથી મેળવેલી માહિતી સહિત, અમે એકત્ર કરીએ છીએ તે માહિતી અમારી આનુષંગિક કંપનીઓ, એટલે કે Google LLCની માલિકીની અને તેના દ્વારા નિયંત્રિત અન્ય કંપનીઓ સાથે શેર કરવામાં આવી શકે છે. અમારી આનુષંગિક કંપનીઓ, કે જે નાણાકીય અને બિન-નાણાકીય એકમો હોઈ શકે છે તે, આ પ્રાઇવસી નોટિસ અને Google પ્રાઇવસી પૉલિસીમાં સ્પષ્ટ કર્યા અનુસાર, તેમના રોજબરોજના વ્યાવસાયિક હેતુઓ સહિત આવી માહિતીનો ઉપયોગ કરશે.
અમે તમને GPC અને તેની આનુષંગિક કંપનીઓ વચ્ચે અમુક ચોક્કસ બાબતો શેર કરવાને નાપસંદ કરવાનો અધિકાર, જો લાગુ થતો હોય તો, આપીએ છીએ. વિશેષ રૂપે, તમે નિમ્નલિખિતને નાપસંદ કરવાનું પસંદ કરી
શકો છો:
- GPC અને તેની આનુષંગિક કંપનીઓ વચ્ચે તેમના રોજબરોજના વ્યાવસાયિક હેતુઓ માટે તમારી ક્રેડિટ સંબંધિત યોગ્યતા વિશેની માહિતી શેર કરવી; અને/અથવા
- અમારી આનુષંગિક કંપનીઓ કે જે અમે એકત્ર કરેલી અને તેમની સાથે શેર કરેલી તમારી વ્યક્તિગત માહિતીના આધારે તેમની પ્રોડક્ટ અથવા સેવાઓ તમને વેચે છે. આ માહિતીમાં અમારી પાસે રહેલા તમારા એકાઉન્ટના ઇતિહાસનો સમાવેશ થાય છે
Google LLC અથવા તેની આનુષંગિક કંપનીઓ તમે જેમની સાઇટ કે ઍપની મુલાકાત લેતા હો તે ત્રીજા પક્ષ વેપારીને માહિતી આપે કે તમે Google ચુકવણી પ્રોફાઇલ ધરાવો છો કે નહીં જેના ઉપયોગ થકી તે વેપારીની સાઇટ કે ઍપ મારફત ચુકવણી કરી શકાય તે પણ તમે નાપસંદ કરી શકો છો.
જો તમે નાપસંદ કરવાનું પસંદ કરશો, તો જ્યાં સુધી તમે અમને તમારી પસંદ બદલવાનું નહીં કહો ત્યાં સુધી તમારી પસંદ અમલમાં રહેશે.
જો તમે ઇચ્છતા હો કે અમે GPC અને તેની આનુષંગિક કંપનીઓ વચ્ચે તમારી ક્રેડિટ સંબંધિત યોગ્યતા વિશેની વ્યક્તિગત માહિતી શેર ન કરીએ અથવા જો તમે ન ઇચ્છતા હો કે અમારી આનુષંગિક કંપનીઓ અમે એકત્ર કરેલી અને તેમની સાથે શેર કરેલી તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીને તમને વેચાણ કરે અથવા જો તમે ન ઇચ્છતા હો કે Google LLC અથવા તેની આનુષંગિક કંપનીઓ તમે જેમની સાઇટ કે ઍપની મુલાકાત લેતા હો તે ત્રીજા પક્ષ વેપારીને માહિતી આપે કે તમે Google ચુકવણી પ્રોફાઇલ ધરાવો છો કે નહીં, તો કૃપા કરીને તમારી પ્રાઇવસી પસંદગીઓને અપડેટ કરવા માટે તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરીને અને તમારી Google Payments પ્રાઇવસી સેટિંગ પર જઈને તમારી પસંદગી સૂચવો.
અમે આ પ્રાઇવસી નોટિસમાં અથવા Google પ્રાઇવસી પૉલિસીમાં જણાવ્યા અનુસાર સિવાય GPCની બહારની કોઈ વ્યક્તિ સાથે અથવા અમારી આનુષંગિક કંપનીઓ સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર નહીં કરીએ. Google Payments એ એવી પ્રોડક્ટ છે જેની ઑફર Google એકાઉન્ટ ધારકોને કરવામાં આવે છે. Google એકાઉન્ટ માટે સાઇન અપ કરવાના હેતુથી તમે જે ડેટા Google LLCને આપો, તેના પર આ પ્રાઇવસી નોટિસમાંની જોગવાઈઓ નાપસંદ કરવાથી અસર થતી નથી.
તમારી માહિતી સુરક્ષિત રાખવા
અમારી સુરક્ષા પદ્ધતિઓ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને મુખ્ય Google પ્રાઇવસી પૉલિસી જુઓ.
તમારી Google ચુકવણી પ્રોફાઇલની સુરક્ષા તમે તમારા એકાઉન્ટના પાસવર્ડ, પિન અને સેવા માટેના ઍક્સેસની અન્ય માહિતી ગોપનીય રાખો તેના પર આધાર રાખે છે:
- જો તમે તમારા Google એકાઉન્ટની માહિતી ત્રીજા પક્ષ સાથે શેર કરશો, તો તેમને તમારા Google ચુકવણી પ્રોફાઇલનો અને તમારી વ્યક્તિગત માહિતીનો ઍક્સેસ મળશે
- તમારા મોબાઇલ ડિવાઇસનું અને તમારા ડિવાઇસમાંની Google Payments ઍપ્લિકેશનનું નિયંત્રણ કરવું એ તમારી જવાબદારી છે, જેમાં તમારા પાસવર્ડ અને/અથવા પિન ગોપનીય રાખવાનો અને અન્ય કોઈની પણ સાથે તે શેર ન કરવાનો સમાવેશ થાય છે
- જો તમે માનતા હો કે Google Payments ઍપ્લિકેશનમાંની માહિતીની સુરક્ષા સાથે ચેડાં થયાં છે, તો Googleને અથવા સંબંધિત પાર્ટનરને ચેતવવા એ પણ તમારી જવાબદારી છે
તમે ત્રીજા પક્ષ વેપારી, વેબસાઇટ અથવા ઍપ્લિકેશનને સીધેસીધી પૂરી પાડો તે કોઈપણ માહિતી આ પ્રાઇવસી નોટિસ દ્વારા આવરવામાં આવી નથી. તમે તમારી વ્યક્તિગત માહિતી જે કોઈ વેપારી કે અન્ય ત્રીજા પક્ષો સાથે સીધેસીધી શેર કરવાનું પસંદ કરો તેમની પ્રાઇવસી કે સુરક્ષા પદ્ધતિઓ માટે અમે જવાબદાર નથી. તમે તમારી વ્યક્તિગત માહિતી જે કોઈ ત્રીજા પક્ષ સાથે સીધેસીધી શેર કરવાનું પસંદ કરો તેમની પ્રાઇવસી પૉલિસીઓને રિવ્યૂ કરવા માટે અમે તમને પ્રોત્સાહન આપીએ છીએ.
© 2024 Google – Google Home Google સેવાની શરતો પાછલી પ્રાઇવસી નોટિસ